Skip to main content

Featured

आज का हिन्दी राशिफल

 मंगलवार, जुलाई 11, 2023 आपका बच्चों जैसा भोला स्वभाव फिर सतह पर आ जाएगा और आप शरारती मनोदशा में होंगे। धन की आवाजाही आज दिन भर होती रहेगी और दिन ढलने के बाद आप बचत करने में भी सक्षम हो पाएंगे। घर को सजाने-संवारने के अलावा बच्चों की ज़रूरतों पर भी ध्यान दें। बच्चों के बिना घर आत्मा के बिना शरीर की तरह है, फिर चाहे वह कितना भी ख़ूबसूरत क्यों न हो। बच्चे घर में उत्साह और ख़ुशीयों की सौगात लाते हैं। आज आप अपने जीवन की परेशानियों को अपने संगी से साझा करना चाहेंगे लेकिन वो अपनी परेशानियों के बारें में बता के आपको और ज्यादा परेशान कर देंगे। वरिष्ठ सहकर्मी और रिश्तेदार मदद का हाथ बढाएंगे। खाली समय में आज आप अपने मोबाइल पर कोई वेब सीरीज देख सकते हैं। मुमकिन है कि आपका जीवनसाथी आज आपके लिए पर्याप्त समय न निकाल पाए। शुभ अंक :- 5 शुभ रंग :- हरा और फिरोज़ी उपाय :- लोहे के बर्तन से पानी पीना प्रेम सम्बन्धों को अच्छा रखेगा। हैं परेशान? करें पंडित जी से सिर्फ ₹1 में बात , पायें तुरंत समाधान

રાજકોટના પિતા-પુત્ર સહિત પાંચ શખ્સે વાપીના કોન્ટ્રાટકર પાસે ૮૦ લાખ પડાવ્યા

રાજકોટના પિતા-પુત્ર સહિત પાંચ શખ્સે વાપીના કોન્ટ્રાટકર પાસે ૮૦ લાખ પડાવ્યા



- વિકાસ નિગમમાંથી પ્લોટની ફાળવણી કરાવી આપવાનું કહી બોગસ એલોટમેન્ટ પત્ર પકડાવી દીધો


ચીટર ગેંગે જીઆઇડીસીના જનરલ મેનેજરના સહી-સિક્કાવાળો લેટર પણ તૈયાર કર્યો હતો : અન્યો સાથે પણ છેતરપિંડી કરી છે
વાપી, તા. 4 મે, 2018, શુક્રવાર

વાપીના કોન્ટ્રકટરને સરીગામ જીઆઈડીસીમાં સસ્તા ભાવે પ્લોટ એલોટમેન્ટ કરાવી આપવાની લાલચ આપી રાજકોટના પિતા-પુત્ર સહિત પાંચ શખ્સોએ રૃ.૮૦ લાખ પડાવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ અન્ય ચારથી પાંચ વ્યકિતઓ પાસેથી નાણાં પડાવી લીધા હોવનું બહાર આવ્યું છે. સાથે કોન્ટ્રાકટરને પ્લોટના બોગસ એલોટમેન્ટ પત્ર પધરાવી દીધા હતા.

વાપી મોરારજી સર્કલ નજીક સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રફુલભાઈ શિવાભાઈ પટેલને રોયલ આર્કેટમાં આવેલી ઓફિસમાં કામ કરતા ધર્મિન રઘુભાઈ પટેલે (રહે.સલવાવ) સરીગામ જીઆઈડીસીમાં આવેલા પ્લોટ સસ્તા ભાવે અપાવવા વાત કરી હતી. બાદમાં ઓફિસ માલિક સવજીભાઈ હરીભાઈ પટેલ અને તેનો પુત્ર નિર્મલ સવજીભાઈ પટેલ (બંને રહે.રાજકોટ) સાથે પ્લોટ અંગે વાતચીત કરી હતી.

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની કચેરીમાંથી પ્લોટની ફાળવણી કરાવી આપવાનું નક્કી કરી તે પેટે રૃ.૮૦ લાખ લીધા હતા. બાદમાં ત્રણે શખ્સો અને અન્ય બે શખ્સો નિલેશ મહેતા અને અભિલાષ મુરલીધરનના મેળાપીપણામાં કોન્ટ્રાકટરના નામે બોગસ સહી સાથે પ્લોટ માટે અરજી કરી હતી. અને જીઆઈડીસીના જનરલ મેનેજરના સહી સિકકાવાળો લેટર પણ તૈયાર કરી દીધો હતો. બાદમાં આરોપીઓએ કોન્ટ્રાકટરને ખોટા એલોટમેન્ટ પત્ર પકડાવી દીધા હતા.

આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફુટી ગયો હતો.  આ બનાવ અંગે કોન્ટ્રાકટર પ્રફુલ્લ પટેલે રાજકોટના પિતા-પુત્ર સહિત પાંચ વ્યકિતઓ વિરૃદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. આ ઉપરાંત આરોપીઓએ અન્ય ત્રણથી ચાર શખ્સો પાસે પણ સસ્તામાં પ્લોટ અપાવવાની લાલચ આપી નાણાં પડાવ્યા હોવાનું બહાર આવ્યંું છે. સસ્તામાં પ્લોટ અપાવવાના કૌભાંડમાં પોલીસ નક્કર તપાસ કરે તો અનેક ચોકાવનારી માહિતી બહાર આવવાની શકયતા નકારી શકાય નહી.

Comments